મોરબીના રવાપર રોડ પર આવેલ વસંત પ્લોટ મકાન સામેથી વૃદ્ધનું બાઇક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
બાઇક ચોરી અંગે મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલ વસંત પ્લોટમાં રહેતા મહેશભાઇ ભાઇલાલ જોષી (ઉ.વ.64) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વૃદ્ધનું હોન્ડા કંપનીનું એકટીવા જેની કિંમત રૂ.15 હજાર થાય છે તે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

