HomeGujaratમોરબીમાં સામાકાંઠે ગેંડા સર્કલ પાસેથી સ્વીફ્ટ કારમાં બિયરના 13 ટીન ઝડપાયા

મોરબીમાં સામાકાંઠે ગેંડા સર્કલ પાસેથી સ્વીફ્ટ કારમાં બિયરના 13 ટીન ઝડપાયા

મોરબીમાં દારૂબંધી માત્ર નામની રહી છે અને ઠેરઠેર જગ્યાએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે ગેંડા સર્કલ પાસેથી સ્વીફ્ટ કારમાં બીયરની હેરાફેરી કરતા એક શખ્સ 13 ટીન બીયર સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ગેંડા સર્કલ પાસે સ્વીફ્ટ કારમાંથી 13 બિયરના ટીન કિં.રૂ.3250 તથા કાર કિં. રૂ.3 લાખ મળી કુલ કિં. રૂ.3,03,250 ના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રભાઇ શાંતીલાલ સુમ્બડ (ઉ.વ.37) રહે. ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે બ્લોક નં.601 મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular