મોરબીના વાવડી રોડ આવેલા રવીપાર્કમા વર્લી મટકાનો જુગાર રમી રમાડતા શખ્સને રૂ.6200 ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન મોરબીના વાવડી રોડથી પંચાસર રોડ વચ્ચે આવેલ રવીપાર્કમા વર્લી મટકાના આંકડાનો જુગાર રમી રમાડતો એક શખ્સ અસલમશા રમજુશા શાહમદાર (ઉ.વ.28) રહે. વાવડી રોડ રવિપાર્ક મૂળ રહે. હરબટીયાળી તા. ટંકારાવાળાને રોકડા રૂ.1200 તથા 1 મોબાઇલ ફોન કિં રૂ.5 હજાર મળી કુલ કિં રૂ.6200 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ કિશનભાઇ ભરવાડ રહે. માધાપર મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




