Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં પોલીસની ખાસ ટ્રાફિક અને કોમ્બિંગ ડ્રાઇવ, અલગ અલગ કેસ નોંધી 1.30...

મોરબીમાં પોલીસની ખાસ ટ્રાફિક અને કોમ્બિંગ ડ્રાઇવ, અલગ અલગ કેસ નોંધી 1.30 લાખનો દંડ વસૂલ્યો

Advertisement
Advertisement

મોરબીમાં સિટી એ ડિવિઝન તથા બી ડિવિઝન તથા તાલુકા પોલીસ સ્ટેશન અને એલસીબી દ્વારા કોમ્બીંગ રાખીને નંબર પ્લેટ વગરના વાહનો તથા બ્લેક ફીલ્મ વાળી ગાડીઓ ચલાવતા તથા ટ્રાફીકના નિયમોનુ પાલન નહિ કરનાર તથા દારૂનું વેચાણ કરતા શખ્સો પર કડક કાર્યવાહિ કરવામાં આવી હતી.

મોરબીમાં પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો તથા બ્લેક ફીલ્મ વાળી ગાડીઓ ચલાવતા તથા ટ્રાફીકના નિયમોનુ પાલન નહિ કરનાર શખ્સો પર કાર્યવાહી હાથ ધરવા કોમ્બીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી જે દરમિયાન મોરબી એલ.સી.બી./એસ.ઓ.જી. તથા મોરબીના તમામ પોલીસ સ્ટેશનના 7 પોલીસ ઇન્સ્પેકટર, 12 પોલીસ સબ ઇન્સ, 136 પોલીસ કર્મચારીઓ તથા 26 મહીલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેઓ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં જરૂરી ફૂટ પેટ્રોલીંગ કરી મોરબીની પ્રજામાં ટ્રાફીકને લગતી જાણકારી લાવવાના હેતુસર ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવેલ તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ આચરતા પ્રોહી બુટલેગર્સ પર સફળ રેઇડો કરી તેઓ વિરુદ્ધ પ્રોહીબીશનના સફળ કેસો કરવામાં આવ્યા છે તથા ટ્રાફીક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી જરૂરી દંડ વસુલવામાં આવેલ તેમજ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

આ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી પોલીસ દ્વારા નીચે મુજબના કેસો કરવામાં આવેલ છે.

કાળા કાચ વાળી ગાડીઓના 38 કેસો, ફેન્સી નંબર પ્લેટવાળા 51 વાહનોના કેસો, (એમ.વી.એક્ટ-207) વાહનો ડીટેઇનના 35 કેસો, જાહેરમાં તિક્ષ્ણ હથિયાર સાથેના 2 (GPA-135) કેસો, શીટ બેલ્ટના 2 કેસ, બી.એન.એસ.281 મુજબ 6 કેસો, ટ્રાફીક અડચણરૂપ પાર્કીંગના 9 કેસો, ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી રૂ. 1,30,800 દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ બી રોલની સંખ્યા 12, લીધેલ અ.પગલા 13, GPA-122 (C) કેસ 1, જુગારધારાના સફળ 2 કેસ, મોરબી સીટી એ ડીવી, તથા બી ડીવી. તથા મોરબી તાલુકા પો.સ્ટે. તથા એલ.સી.બી. દ્વારા કરવામાં આવેલ 9 પ્રોહી કેસ, જેમાં દેશી દારૂ લીટર 58 તથા ઇંગ્લીશ દારૂ મળી કુલ કિ.રૂ.18,750 નો મુદામાલ કબ્જે કરેલ છે.

મોરબી પોલીસ દ્વારા રાખવામાં આવેલી કોમ્બીંગ ડ્રાઇવ દરમિયાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદે પ્રવૃતિને અટકાવવા પ્રોહીબીશનના 9 જેટલા સફળ કેસો શોધી 58 લિટર દારૂ તથા ઇંગ્લીશ દારૂ મળી કુલ કિ.રૂ.18,750 તથા ટ્રાફીકને લગતા અલગ-અલગ હેડ હેઠળ કુલ 271 એન.સી. આપી કુલ કિ.રૂ.1,30,800 નો દંડ વસુલવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular