HomeMorbiHalvadહળવદના રણછોડગઢ ગામે જાહેરમાં તીનપત્તી રમતા પાંચ જુગારી ઝડપાયા 

હળવદના રણછોડગઢ ગામે જાહેરમાં તીનપત્તી રમતા પાંચ જુગારી ઝડપાયા 

હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં મામા દેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન રણછોડગઢ ગામની સીમમાં મામા દેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તી રમતા પાંચ જુગારી શંકરભાઇ હીરાભાઇ ધામેચા (ઉ.વ.60), રાયધનભાઇ તરશીભાઇ દઢૈયા (ઉ.વ.35), વિષ્ણુભાઇ વિરમભાઇ દઢૈયા (ઉ.વ.20), શીવાભાઇ સુખાભાઇ સિણોજીયા (ઉ.વ.35), સંજયભાઇ લાભુભાઇ સુરેલા (ઉ.વ.29) રહે. ગામ રણછોડગઢ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.2250 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular