HomeMorbiMaliya Miyanaમાળીયા મીયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલની લાંચ પ્રકરણમાં ધરપકડ 

માળીયા મીયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલની લાંચ પ્રકરણમાં ધરપકડ 

માળીયા મીયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહીં કરવાના બદલામાં રૂ.1 લાખની લાંચ માંગી પોતાના વચેટિયાને આ લાંચ લેવા મોકલ્યો હતો. જો કે, એસીબીએ વચેટિયાને ઝડપી પાડ્યો હતો પરંતુ તે બાદ કોન્સ્ટેબલ ફરાર હતો. જે સામેથી હાજર થતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 12 જુલાઈના રોજ માળીયા મિયાણા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાળ દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, અરજદાર ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચ અંગે સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈએ લાંચની રકમ ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને આપવા જણાવતા એસીબી ટીમની હાજરીમાં આરોપી ગુલામરસુલ એક લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

આ મામલે દ્વારકાની ટિમ તપાસ કરી રહી હતી ત્યારે આ કોન્સ્ટેબલ માળિયા પોલીસ સ્ટેશને હાજર થતા તેની ધરપકડ ક૨વામાં આવી છે. આ કોન્સ્ટેબલને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular