HomeGujaratરાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છ-મોરબીના પ્રવાસે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છ-મોરબીના પ્રવાસે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છ અને મોરબી જિલ્લાનો પ્રવાસ ખેડવાના છે ત્યારે આ પ્રવાસ દરમિયાન બંને જિલ્લાના અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળીને તેમની સાથે સીધો સંવાદ કરી લોકોની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળશે.

આવતીકાલે ગુરુવારે સાંજના સમયે મોરબી પધારી રહ્યા હોવાની તેમણે ખુદ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં જાણકારી આપી છે. હર્ષ સંઘવીએ સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે.

ગૃહમંત્રી આવતીકાલે સવારે કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહીને અરજદારો તેમજ નાગરિકો સાથે સીધો સંવાદ કરશે અને ત્યારબાદ સાંજે મોરબી જિલ્લાની મુલાકાત લઈને અરજદારોની રજૂઆતો સાંભળશે ત્યારબાદ નિર્ધારિત કાર્યક્રમમાં સહભાગી થશે.

આ પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.

આમ રાજ્યના પોલીસવડા સાથે ગૃહ વિભાગનો મોટાપાયે કાફલો કચ્છ મોરબી જિલ્લાની મુલાકાતમાં જોડાશે, જેની હાલ તો પોલીસ તંત્રમાં ભારે હલચલ સાથે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે સ્થાનિક પોલીસ તંત્ર તેમની સુરક્ષાને લઈને તૈયારીમાં લાગ્યું છે.

RELATED ARTICLES

Most Popular