હળવદ તાલુકાના રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
આ જુગારના દરોડા દરમિયાન પોલીસે આરોપી વિપુલભાઈ વરસીંગભાઈ કેરવાડીયા અને વનરાજભાઈ નાગજીભાઇ ચૌહાણને રોકડ રૂ.11,200 સાથે તીનપતિ રમતા ઝડપી પાડ્યા હતા.
જો કે, પોલીસે દરોડો પાડતા જ 5 જુગારી નાસી છૂટ્યા હતા જેમાં આરોપી ભુપતભાઈ હનુભાઇ મકવાણા, સામતભાઈ રામજીભાઈ કેરવાડીયા, મુનાભાઇ કાળુભાઇ કે૨વાડીયા, સંજયભાઇ નાથાભાઈ કેરવાડીયા અને નવઘણભાઇ તેજાભાઇ કુણપરા નાસી જતા પાંચેય આરોપીઓને પોલીસે ફરાર જાહેર કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.




