મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢનો દિકરો લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. ચાર શખ્સોએ પ્રૌઢને વિશ્વાસમાં લઈ પ્રૌઢ પાસેથી બે લાખ રૂપિયા લઈ પ્રૌઢના દિકરા કાનજીના લગ્ન કરાવી ત્રણેક દીવસ પ્રૌઢના દિકરાના ઘરે રહી આરોપી મહિલા પિયરમાં આંટો દેવા જવાનું કહી જતી રહી બાદ પરત ન ફરી હોય અને આમ તમામ આરોપીઓએ પ્રૌઢ પાસેથી બે લાખ પડાવી પાછા ન આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના માધાપર શેરી નં.6 મા રહેતા મહેશભાઇ નવઘણભાઈ ડાભી (ઉ.વ.52) એ આરોપી કનુભાઇ રહે. શીકારપુરના પાટીયા પાસે, હરેશભાઇ, મીનાક્ષી રહે. સુંદરપુરા ગામ તા.ઉમરેઠ, પ્રવિણાબેન ઝાલા રહે. સુંદરપુરા ગામ તા.ઉમરેઠ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ સાથે મળી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ઠગાઇ કરવાના ઇરાદે રૂ.2 લાખ લઇ, ફરીયાદીના દિકરા કાનજીના લગ્ન આરોપી પ્રવીણાબેનની દિકરી મીનાક્ષી સાથે ફુલ-હારથી વિધી કરી, લગ્ન કરાવી, ત્રણેક દીવસ ફરીયાદીને ઘરે રહીને આરોપી મીનાક્ષી પીયરમાં આટો દેવા જવાનુ કહી જતી રહી અને બાદમાં પાછી ન આવતા આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂ.2 લાખ લીધેલા પાછા નહી આપી વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




