HomeGujaratમોરબીના વજેપર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દારૂની 50 બોટલ મળી આવી, આરોપી ફરાર

મોરબીના વજેપર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દારૂની 50 બોટલ મળી આવી, આરોપી ફરાર

મોરબીના વજેપર શેરી નં.11 મા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 50 બોટલ કિં.રૂ.69,240 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.99,240 નો મુદામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના વજેપર શેરી નં.11 મા રહેતા આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરાના રહેણાંક મકાનમા રેઈડ કરતાં ઈંગ્લીશ દારૂની 50 બોટલ કિં.રૂ.69,240 તથા ટી.વી.એસ મોટરસાયકલની કિં.રૂ.30 હજાર મળી કુલ કિં.રૂ.99,240 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઇ ગજરા જાતે-ભાનુશાળી રહે.મોરબી વજેપર શેરી નં.11 તથા અમીતભાઇ મોહનભાઇ ભાનુશાળી રહે. કાલીકાપ્લોટ મેઇન રોડ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular