Sunday, April 19, 2026
HomeGujaratમોરબીમાં શ્રાવણની શરૂઆતમાં જ જામ્યો જુગારી માહોલ, પોલીસ એકશનમાં, જિલ્લાભરમાંથી અલગ અલગ...

મોરબીમાં શ્રાવણની શરૂઆતમાં જ જામ્યો જુગારી માહોલ, પોલીસ એકશનમાં, જિલ્લાભરમાંથી અલગ અલગ ત્રણ દરોડામાં 5 જુગારીઓ ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં પોલીસે જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે.

વાંકાનેરના લુણસર ગામે તીનપત્તી રમતા ત્રણ જુગારીઓ તેમજ મોરબી અને માળિયામાં વરલી મટકાનો જુગાર રમાડતા બે આરોપીઓને ઝડપી લઈ કપાત લેનાર એક શખ્સને ફરાર દર્શાવવામાં આવ્યો હતો.

જુગારના પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે લુણસર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી લાલજીભાઇ કુકાભાઈ લાલુકિયા, પંકજભાઈ ખીમાભાઈ વાટુકિયા અને દિનેશભાઈ ખીમજીભાઈ ધોરીયાણીને તીનપત્તી રમતા ઝડપી લઈ રોકડા રૂ.5200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મકરાણીવાસમાં મદીના ચોકમાંથી આરોપી અબ્દુલકાદરી ઓસમાણભાઈ દરજાદાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂ. 520 કબ્જે કરી આંકડાની કપાત લેનાર આરોપી અસલમ ઉર્ફે સલમાન ઓસમાણભાઈ દરજાદાને ફરાર દર્શાવ્યો હતો.

આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસે વાગડીયા ઝાપા પાસેથી આરોપી વલીમામદ કરીમભાઈ મોવરને જાહેરમાં વરલીના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂ. 420 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular