HomeGujaratમોરબીના ભરતનગર ગામ નજીક ક્રિષ્ના હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે...

મોરબીના ભરતનગર ગામ નજીક ક્રિષ્ના હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા ચાલક યુવાનનું મોત

મોરબી – માળીયા મિયાણા હાઇવે પર ભરતનગર ગામ પાસે આવેલ ક્રિષ્ના હોટલ નજીક ગત તા.18 જુનના રોજ રાત્રે કોઈ અજાણ્યા વાહન ચાલકે પલ્સર મોટર સાયકલને હડફેટે લેતા બાઈક સવાર અભિષેક કુમાર લલુઆભાઈ દસઇયા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવમાં મૃતકના પિતા લલુઆભાઈ દસઇયા રહે.ટીકુરી ગામ મધ્યપ્રદેશ વાળાએ અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular