HomeMorbiMaliya Miyanaમાળીયા મીંયાણામાંના અગાઉની બોલાચાલીનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ધોકાવી નાખ્યો

માળીયા મીંયાણામાંના અગાઉની બોલાચાલીનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ધોકાવી નાખ્યો

માળીયા મીંયાણામાં રહેતા યુવકને એક શખ્સ સાથે આગલા દિવસે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સો ક્રેટા કારમાં આવી યુવક સાથે બોલાચાલી ઝઘડો કરી યુવકને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધરીયા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, માળીયા (મીં) શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઇ મોવર (ઉ.વ.25) એ આરોપી સોહીલ આદમભાઈ માલાણી, રમજાનભાઈ ઈબ્રાહીમભાઈ કટીયા રહે બન્ને .માળીયા રેલ્વે સ્ટેશન પાસે, જી.મોરબી, ઈમરાન અનવરભાઈ સંધવાણી, આરીફ અનવરભાઈ સંધવાણી રહે.બન્ને કોળીવાસ, માળીયાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા આરોપી સોહીલને આગલા દિવસે સામાન્ય બોલચાલી થઈ હતી, જેનો ખાર રાખી આરોપીઓ ક્રેટા કારમાં આવી ફરીયાદી સાથે બોલાચાલી ઝધડો કરી લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધારીયાના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular