મોરબી જિલ્લામાં વાહન ચોરીના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલા શંભુ હોમ ડેકોર કારખાના બહારથી શ્રમિકનુ કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા અને ખેતમજુરી કરતા રવજીભાઈ ધીરૂભાઇ ડાભી (ઉ.વ.45)એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બેલા ગામની સીમમાં આવેલા શંભુ હોમ ડેકોર કારખાના બહારથી ફરીયાદીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કિં.રૂ.50 હજાર વાળુ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.




