HomeGujaratશ્રાવણ માસ શરૂ થતા જ જુગારીઓ જગ્યા, બરવાળા ગામે રબારીવાસમાં તીનપત્તી રમતા...

શ્રાવણ માસ શરૂ થતા જ જુગારીઓ જગ્યા, બરવાળા ગામે રબારીવાસમાં તીનપત્તી રમતા સાત જુગારી ઝડપાયા

મોરબીમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ જુગારીઓ જાણે જાગી ગયા છે ત્યારે મોરબીના બરવાળા ગામે રબારીવાસમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત જુગારીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હતી તે દરમિયાન મોરબી તાલુકાના બરવાળા ગામે રબારીવાસમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત આરોપીઓ સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયા (ઉ.વ.35) રહે,બરવાળા ગામ તા.જી. મોરબી, રાયધન પ્રેમજીભાઇ કુંઢીયા (ઉ.વ.32) રહે,ભીમસર મોરબી, મુકેશભાઇ બાબુભાઇ દેલવાણીયા (ઉ.વ.34) રહે, બરવાળા ગામ તા.જી. મોરબી, ખેતાભાઇ પ્રેમજીભાઇ કુંઢીયા (ઉ.વ.37) રહે- ભીમસર ઉમા ટાઉનશીપ પાસે મોરબી, અનીલ બંશીભાઇ દેલવાણીયા (ઉ.વ.24) રહે-બરવાળા તા-જી મોરબી, વિપુલભાઇ રઘુભાઇ મંદરીયા (ઉ.વ.22), રહે,ભીમસર ઉમા ટાઉનશીપ પાસે મોરબી, વિશાલ મુકેશભાઇ કુંઢીયા (ઉ.વ.19) રહે,ભીમસર ઉમા ટાઉનશીપ પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ.26,600 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular