HomeMorbiHalvadહળવદના ભલગામડા ગામે પોલીસની રેડથી જુગારીઓમાં નાસભાગ, 2 ઝડપાયા, 8 ફરાર

હળવદના ભલગામડા ગામે પોલીસની રેડથી જુગારીઓમાં નાસભાગ, 2 ઝડપાયા, 8 ફરાર

હળવદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભલગામડાં ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે.

જે બાતમીને આધારે ગઈકાલે મોડી રાત્રે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન જુગાર રમી રહેલા આરોપી ભરત હેમુભાઈ ચૌહાણ અને રમેશ મહાદેવભાઈ દેત્રોજા રહે.બન્ને ભલગામડાં વાળાઓ રોકડા રૂ.3980 સાથે તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા.

જ્યારે આરોપી રમેશ ઉર્ફે પોપટ વજાભાઇ લીલાપરા, ધીરજભાઇ રાજુભાઇ દેત્રોજા, પ્રકાશભાઈ કેશાભાઈ દેત્રોજા, જગદિશભાઈ સિંધાભાઈ દેત્રોજા, નીલેશભાઇ ખુમાણભાઈ કાંજીયા, જીવણભાઇ છેલ્લાભાઈ ઉઘરેજા, લાલાભાઈ પ્રવિણભાઇ કુંભાર અને ગણેશભાઈ સુરાભાઈ દેત્રોજા રહે.બધા ભલગામડા વાળાઓ નાસી જતા પોલીસે તમામને ફરાર જાહેર કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular