જો તમને આરટીઓ ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચાર કરો! કેમકે સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપીંડીનો નવો રસ્તો અપનાવ્યો છે જેમાં ફાઈલ ઓપન કરતા જ તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે, આવો જ કિસ્સો મોરબીમાં પણ સામે આવ્યો છે જેમાં મોરબીના ખેડૂતના વોટ્સએપ નંબર પર આર.ટી.ઓ ચલણ APK ફાઈલનો મેસજ કરી ખેડૂતોના ખાતામાંથી રૂ.2,25,596 ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી હોવાની સાત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલા આનંદ વિહાર શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને ખેતી કરતા પરેશભાઈ માવજીભાઈ વિરપરીયા (ઉ.વ.42) એ આરોપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ ધારક તથા વોટ્સેપ નંબર ધારક મળી કુલ સાત અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ફરયાદીના વોટ્સેપ નંબર પર આર.ટી.ઓ ચલણ APK ફાઇલનો મેસેજ મોકલતા ફરીયાદી એ આ ફાઇલ ઓપન કરતા કોઇ અજાણ્યા શખ્સ આરોપીએ ફરીયાદીનો મોબાઇલ હેક કરીને ફરીયાદીના HDFC બેન્ક એકાઉન્ટમાથી કુલ રૂ.2,25,597 ટ્રાન્સફર કરી મેળવી લઇ ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




