મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા હોય ત્યારે આરોપીએ ટ્રાફિક નિયમનો ભંગ કરતા કોન્સ્ટેબલે આરોપીને ચલણ આપવાનું કહેતા આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલને ગાળો આપી છુટા હાથથી માર મારી કરી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સીટી ટ્રાફિક શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબા (ઉ.વ.31) એ આરોપી દર્શનભાઈ નવનીતભાઈ જાદવ તથા દિશાબેન દર્શનભાઈ જાદવ રહે. બંને નાની વાવડી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી મોરબી સીટી ટ્રાફીક શાખામા કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા હતા તે દરમિયાન આરોપી મોટરસાયકલ ચાલક આરોપી દર્શનભાઈએ ટ્રાફીકને અડચણરૂપ થઈ ટ્રાફીક ભંગ કરતા ફરિયાદીએ ચલણ આપવાનુ કહેતા આરોપઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળા-ગાળી કરી ફરીયાદી સાથે છુટા હાથની માર મારી કરી ઈજા પહોંચાડી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




