HomeMorbiHalvadહળવદમાં આધેડના દાડમના ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા ગળું દબાવી, કાંઠલો પકડી...

હળવદમાં આધેડના દાડમના ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા ગળું દબાવી, કાંઠલો પકડી ગાળો ભાંડી

હળવદમાં રહેતા આધેડના દાડમના ખેતરમાં બે શખ્સો ગાયો ચરાવતા હતા તે દરમિયાન શ્રમીકે ફોન કરતા આધેડ ખેતરે આવી ગાયો ચરાવવાની ના પાડતા સારૂ ન લાગતા આરોપીઓએ આધેડનું ગળુ અને કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ તારબુદીયા (ઉ.વ‌.45) એ આરોપી ધનજીભાઈ ઉર્ફે ધનો બાલાભાઈ સોરીયા તથા સામંતભાઈ ઉર્ફે મોરલો માત્રાભાઈ સોરીયા રહે. બંન્ને હળવદ ખારીવાડીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની વાડીના મજુર નીતાબહેને ફોન કરી જાણ હતી કે, વાડીમા દાડમના ખેતરમા ભરવાડ ગાયો ચારવા આવ્યા છે, જેથી ફરીયાદી પોતાની વાડીએ ગયા ત્યારે બન્ને દાડમના ખેતરમા ગાયો ચારતા હોય જેથી ગાયો ચારવાની ના પાડતા ધનજીભાઇ ઉર્ફ ધનો બલાભાઇ સોરીયાએ ફરીયાદીનુ ગળુ તથા કાઠલો પકડી ગાળો ભાંડી હતી અને એટલાથી પૂરું ન કરતા લાકડીથી ફોરવ્હીલનો આગળનો કાંચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular