HomeMorbiMaliya Miyanaમાળિયાના ભોડીવાંઢ વિસ્તારમાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળિયાના ભોડીવાંઢ વિસ્તારમાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળીયા મીંયાણા વિસ્તારના ભોડીવાંઢ વિસ્તારમાં આવેલા મોટાપીરની દરગાહ પાસેથી એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા મીંયાણા પોલીસને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, માળીયા મીંયાણા વિસ્તારના મોટાપીરની દરગાહ પાસે માળીયાના ભોડી વાંઢ વિસ્તારના રહીશ સદામભાઇ હબીબભાઈ નોતીયાર (ઉ.વ.33) રહે. માળીયા(મિ) ભોડીવાંઢ વિસ્તારવાળો શંકાસ્પદ રીતે આંટાફેરા કરતો હોઇ જેથી આરોપીની ઝડતી કરતા તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જે 1 હથીયારની કિ.રૂ.5 હજાર સાથે મળી આવતા આરોપી વિરૂદ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાયારા તળે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular