Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં કાયદો વ્યવસ્થા જાળવવા હથિયારબંધીનું જાહેરનામું જારી

મોરબીમાં કાયદો વ્યવસ્થા જાળવવા હથિયારબંધીનું જાહેરનામું જારી

Advertisement
Advertisement

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના દ્વારા શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર મનાઇ ફરમાવતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમજ પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ ઉપરાંત મનુષ્યો, શબો, આકૃતિઓ, પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની, ભેદભાવ અથવા ચેષ્ટા કરવાની, તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો/વસ્તુઓ તૈયાર ક૨વા તથા બતાવવા કે ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular