મોરબી જિલ્લાની ભાગોળે સામખીયાળી ટોલનાકે સ્ટેટ મોનીટરિંગ ટીમે ગેસના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો રૂ.56.85 લાખની કિંમતનો બિયરનો જથ્થો ઝડપી લીધો છે. આ સાથે એક શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જી.આર.રબારી અને પીએસઆઈ એસ.વી.ગલચરની ટીમને બાતમી મળતા સામખીયાળી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગેસનું ટેન્કર નીકળતા અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ.56,85,120ની કિંમતના 24,192 બિયરના મળી આવ્યા હતા. જેથી ટેન્કર ચાલક વીંજારામ લચ્છારામ સિયાગ રહે. નિમબાલકોટ જી. બારમેરવાળાની ધરપકડ કરી છે.
આ બિયરનો જથ્થો અને ટેન્કર મળી એસએમસીએ કુલ રૂ.82.05 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ સાથે અનિલકુમાર પંડ્યા, અર્જુન તેમજ અન્ય ત્રણ શખ્સોની પ્રાથમિક સંડોવણી ખુલતા તેની સામે સામખીયાળી પોલીસ મથકે ગુનો નોંધાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.




