Sunday, April 19, 2026
HomeMorbiટંકારાના તલાટી લોભામણી લાલચનો શિકાર બન્યા, રિસોર્ટના નામે 50 હજારની છેતરપિંડી આચરી

ટંકારાના તલાટી લોભામણી લાલચનો શિકાર બન્યા, રિસોર્ટના નામે 50 હજારની છેતરપિંડી આચરી

Advertisement
Advertisement

ટંકારાના તલાટી મંત્રીને આરોપીએ Horoven Resortsનુ નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી 25 રાત્રી રોકાણ તેમજ જમવાની સુવિધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી તલાટી મંત્રીના બેન્ક એકાઉન્ટમાંથી રૂ.50 હજાર મેળવી છેતરપીંડી કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

સાયબર ફ્રોડ અંગે મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટના વતની અને હાલ ટંકારા ઉગમણા નાકા આયુષ્યમાન આરોગ્ય મંદિર-1 માં રહેતા અને તલાટી મંત્રી તરીકેની ફરજ બજાવતા રવીકુમાર કિશોરભાઈ ગોસાઈ (ઉ.વ.35) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ Horiven Resorts નું નામ આપી ભારતમાં 5 વર્ષ સુધી 25 રાત્રી રોકાણ તેમજ જમવાની સુવીધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી ફરીયાદીના State Bank of India બેન્કના એકાઉન્ટમાંથી કુલ રૂ.50 હજાર Kotak Mahindra Bank બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરાવી તલાટી મંત્રી સાથે છેતરપિંડી આચરી નાણા પરત નહી આપ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular