HomeGujaratવલસાડ પોલીસનું સક્સેસફુલ ઓપરેશન હન્ટ, દેશભરમાંથી 112 વોન્ટેડ ક્રિમીનલને શોધી જેલના સળિયા...

વલસાડ પોલીસનું સક્સેસફુલ ઓપરેશન હન્ટ, દેશભરમાંથી 112 વોન્ટેડ ક્રિમીનલને શોધી જેલના સળિયા પાછળ ધકેલ્યા 

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ગુજરાત રાજય તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (IPS), સુરત વિભાગની સુચના તથા માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS) ના નેતૃત્વ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક, વલસાડ, વાપી તથા જીલ્લા એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોડ, એસ.ઓ.જી. જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્રારા અલગ-અલગ ટીમો બનાવી જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ સહિતના ગંભીર તથા અન્ય ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જુના કેસ કાગળોનો ઝીણવટપુર્વક અભ્યાસ કરી ટેકનીકલ ટીમની મદદ લઇ તથા હ્યુમનસોર્સના આધારે આરોપીઓની હયાતીની માહિતી મેળવી ભારત દેશના અલગ-અલગ રાજયમાં કેમ્પ રાખી જે તે રાજય/જીલ્લાના પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી આરોપીના રહેણાંક વિસ્તારમાં વેશપલટો કરી ખંતપુર્વક મહેનત કરી તા.1 મે થી 31 જુલાઈ સુધીના ત્રણ માસના સમયગાળા દરમિયાન વલસાડ જીલ્લાના તથા ગુજરાત રાજયના અન્ય જીલ્લા તેમજ અન્ય રાજયના ગંભીર ગુનાઓમા લાંબા સમયથી નાસતા ફરતા કુલ 112 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular