Tuesday, May 5, 2026
HomeGujaratવાંકાનેરના રંગપર ગામના પાટિયા પાસે બોલેરો પિકઅપ કારમાંથી 550 લિટર દારૂ સાથે...

વાંકાનેરના રંગપર ગામના પાટિયા પાસે બોલેરો પિકઅપ કારમાંથી 550 લિટર દારૂ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે આજે પેટ્રોલીંગ દરમિયાન રંગપર ગામના પાટિયા પાસેથી એક બોલેરો પીકઅપ કારમાંથી અધધ 550 લિટર દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે રંગપર ગામના પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન બોલેરો પીકઅપ કાર આવતા તેને રોકીને તપાસ કરતા, બોલેરો પીકઅપના પાછળના ભાગે સફેદ તાડપત્રી નીચેથી રૂ.1.10 લાખની કિંમતનો 550 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.

આ ઉપરાંત, બોલેરો પીકઅપ કારની કિં.રૂ.5 લાખ, 1 મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ રૂ.6.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તો સાથે જ પોલીસે મૂળ મહીસાગર જિલ્લાના અને હાલ સુરેન્દ્રનગરમાં ખેતી કરતા નરેશભાઈ રામાભાઈ ડામોરને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા.

તેમજ આરોપીની પૂછપરછમાં, દારૂનો જથ્થો ભરી આપનાર અરવિંદભાઈ લાલજીભાઈ ઓતરાડીયા (રહે. ચીરોડા, જિ. સુરેન્દ્રનગર) અને દારૂ મંગાવનાર ડિમ્પલબેન (૨હે. મોરબી)ના નામ ખુલતા બન્ને આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular