HomeMorbiMaliya Miyanaમાળિયાની સરકારી હોસ્પિટલ પાસે અઢી વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નનો ખાર રાખી...

માળિયાની સરકારી હોસ્પિટલ પાસે અઢી વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવતીને માર માર્યો

માળીયા મીંયાણામાં સરકારી હોસ્પિટલ પાસે યુવતીનો ભાઈ આરોપીની ભત્રીજીને બે અઢી વર્ષ પહેલાં ભગાડી લગ્ન કરી લીધા હોવાથી પ્રેમલગ્નનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવતી સહિત ત્રણ વ્યકિત પર લાકડાના ધોકા, પાઈપ તથા ધારીયાથી હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, માળીયા મીયાણામા સરકારી હોસ્પિટલ પાસે રહેતા સાઈનાબેન ઉમરભાઈ મુસાણી (ઉ.વ.22) એ આરોપી લતીફભાઇ હૈદરભાઇ કાજેડીયા, ઇબ્રાહીમભાઇ ઉર્ફે કારો મુસ્તાકભાઇ કાજેડીયા, સિકન્દર મુસ્તાકભાઇ કાજેડીયા રહે. સરકારી હોસ્પીટલ પાસે માળીયાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીનો ભાઇ ઉસ્માન આરોપીની ભત્રીજીને બે અઢી વર્ષ પહેલા ભગાડી લગ્ન કરી લીધેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવી ગાળા ગાળી કરી દરવાજામાં લાકડા તથા પાઇપના ધોકા મારી ફરીયાદી તથા સાથી વલીમહમદભાઇ તથા રસુલભાઇ બહાર નીકળતા આરોપીઓએ ધોકા, પાઈપ અને ધારીયા વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કરી ફરીયાદી તથા સાથીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular