Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં પ્રોહોબિશનના ગુનામાં ઝડપાયેલા બે શખ્સોને પાસા તળે વડોદરા-સુરત જેલ ભેગા કરાયા

મોરબીમાં પ્રોહોબિશનના ગુનામાં ઝડપાયેલા બે શખ્સોને પાસા તળે વડોદરા-સુરત જેલ ભેગા કરાયા

Advertisement
Advertisement

મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલા બે શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં કરી દીધા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુનાઓમાં પકડાયેલ અસામાજીક શખ્સો શાહરૂખભાઇ ઇકબાલભાઇ અલીભાઇ બુચડ (ઉ.વ.31) રહે. મોરબી લાતીપ્લોટ શેરી નં.8 તથા સાહિલભાઇ કરીમભાઇ રમજાનભાઇ ચાનીયા (ઉ.વ.23) રહે. મોરબી લાતીપ્લોટ શેરી નં.8 વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન દ્રારા પાસાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી જે અન્વયે મોરબી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું, જેથી આરોપી શાહરૂખભાઈને વડોદરા જીલ્લા જેલ તથા આરોપી સાહિલભાઈને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular