હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી જુગાર રમતા 12 આરોપીઓને રોકડ રૂ.1,61,200 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં જાહેરમાં જુગારની રેઇડ કરી 12 જુગારીઓ ભાવેશભાઇ મનુભાઇ ખાંભડીયા રહે ગામ, ગોલાસણ તા.હળવદ, મેહુલભાઈ જેરામભાઇ રાતૈયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, મુકેશભાઇ પ્રભુભાઇ દઢયા રહે ગામ રણછોડગઢ ઝુંડ, બેચરભાઇ રઘુભાઇ ચડાણીયા રહે ગામ રાયધ્રા તા.હળવદ, જેરામભાઈ મેરાભાઈ ચરમારી રહે ગામ સુંદરગઢ તા.હળવદ, રાયધનભાઇ ચંદુભાઈ ખાંભડીયા રહે ગામ ગોલાસણ, સંજયભાઈ ગેલાભાઈ ખાંભડીયા રહે ગામ ગોલાસણ, દિપકભાઇ કેશાભાઇ વરાણીયા રહે ગામ જુના ઇશનપુર તા.હળવદ કુકાભાઇ, જગાભાઈ પંચાસરા રહે ગામ શીરોઇ તા.હળવદ, રમેશભાઇ લખમણભાઇ વડેચા રહે, ગામ શરોઇ તા.હળવદ, રમેશભાઇ રણછોડભાઈ ચારોલા રહે ગામ કવાડીયા તા.હળવદ, મહેશ ઉર્ફે મલો ખીમાભાઇ રાતૈયા રહે ગામ કવાડીયા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.1.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.




