HomeMorbiMaliya Miyanaબોટાદના વેપારીએ માળિયાના નવાગામના ખેડૂતને કપાસનું બોગસ બિયારણ બટકાવી 84 લાખનો ચૂનો...

બોટાદના વેપારીએ માળિયાના નવાગામના ખેડૂતને કપાસનું બોગસ બિયારણ બટકાવી 84 લાખનો ચૂનો ચોપડયો

ખેડૂતો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બોટાદના વેપારીએ માળીયા મીયાણા તાલુકાના નવાગામે ખેડૂતને બીટી કપાસના બોગસ બીયરણની 381 થેલી પરોવી દેતા ખેડૂતને આશરે રૂ.84 લાખનું નુકસાન પહોંચાડી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ માળિયા તાલુકાના નવાગામ રહેતા અને હાલ મોરબી વિરાટ ટાવદ સરદાર નગર 1 બ્લોક નં.102 કન્યા છાત્રાલય રોડ પર રહેતા નવીનભાઇ ચતુરભાઈ ધુમલીયા (ઉ.વ.48) એ આરોપી અમરાભાઈ સગરામભાઈ રબારી રહે. કુંડલી તા. રાણપુર જી. બોટાદવાળા વિરુદ્ધ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ફરીયાદીને બી.ટી કપાસનુ બીયારણ સર્ટીફાઇડ હોવાનું કહી ફરીયાદીને બોગસ બીટી કપાસના બીયારણની 381 થેલીનું વેચાણ કરી દેતા ફરીયાદીને ખેતીમાં આશરે રૂ.84 લાખની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular