મોરબી તાલુકાના ઘુંટુ ગામના સ્મશાન સામે બાઈકમાંથી વિદેશી દારૂની 28 બોટલ કિં.રૂ.7700 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.27,700 ના મુદામાલ સાથે બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઘુંટુ ગામના સ્મશાન સામે રોડ પર આરોપીઓએ મોટરસાયકલમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 28 બોટલ જેની કિં.રૂ.7700 મળી કુલ રૂ.27,700 ના મુદામાલ સાથે આરોપી ડાયાભાઇ મોતીભાઇ ગોધા (ઉ.વ.31) રહે-લાટો ટાઇલ્સ મજુરોની ઓરડીમાં રાતા વીરડા-સરતનપર રોડ તા.જી.મોરબી મુળ ગામ- લોરવાડા તા.થરાદ જી.બનાસકાંઠા તથા ચિરાગકુમાર શંકરલાલ લાફા (ઉ.વ.26) રહે- લાટો ટાઇલ્સ મજુરોની ઓરડીમાં રાતા વીરડા-સરતનપર રોડ રોડ તા.જી.મોરબી મુળ ગામ-નવી બજાર તા-વાવ જી. બનાસકાંઠાવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




