HomeGujaratમોરબીના વિશિપરામાં જાહેરમાં તીનપત્તી રમતા બે જુગારી ઝડપાયા 

મોરબીના વિશિપરામાં જાહેરમાં તીનપત્તી રમતા બે જુગારી ઝડપાયા 

મોરબીના વીશીપરા રણછોડનગરમાં પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને રોકડ રૂ.12,700 ના મુદામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના વીશીપરા રણછોડનગરમાં પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સો રવીભાઈ સવજીભાઈ ખાખરીયા (ઉ.વ.30) તથા અબ્દુલભાઈ ખાનભાઈ મોગલ (ઉ.વ.74) રહે. બંને વીશીપરા રણછોડનગર 2 મોરબીવાળાને રોકડ રકમ રૂ.12,700 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular