HomeMorbiMaliya Miyanaમાળિયાના ગુલાબડી રોડ પરથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

માળિયાના ગુલાબડી રોડ પરથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદુક સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી સદામભાઇ કાસમભાઈ ભટ્ટી (ઉ.વ.32) રહે.જુના હંજીયાસર તા.માળીયા(મિ) જી.મોરબી શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોઇ જેથી આરોપીની ઝડતી કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક મળી આવી હતી જેની કિ.રૂ.2 હજાર થાય છે, જેથી આરોપી વિરૂદ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular