મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઈમમાં સતત વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી બાઈક પર આવેલો ગઠીયો રૂ.1.5 લાખની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી ગયાની ફરીયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના ગ્રીન ચોકમાં શીવા ડોક્ટરની પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દિપકભાઇ પારેખ (ઉ.વ.62) એ આરોપી મોટરસાયકલના અજાણ્યા ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ફરીયાદીના ગળામાં પહેરેલો સોનાનો ચેઈન આશરે દોઢ તોલાનો જેની કિંમત રૂ.1.5 લાખ થાય છે તે બળજબરી પૂર્વક ઝુંટવી પડાવી લઈ આરોપી નાસી ગયો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.




