HomeMorbiMaliya Miyanaમાળિયામાં ભગાડીને લગ્ન કર્યાનો ખાર રાખી ફાયરિંગ કરતા ફરિયાદ નોંધાઈ

માળિયામાં ભગાડીને લગ્ન કર્યાનો ખાર રાખી ફાયરિંગ કરતા ફરિયાદ નોંધાઈ

માળીયા મીંયાણામા રહેતા યુવકના સગા કાકાના દિકરાએ આરોપીની દિકરી સાથે ભાગીને લગ્ન કર્યા હોવાનો ખાર રાખી મારી નાખવાના ઈરાદાથી આરોપીએ યુવક પર ફાયરિંગ કર્યું હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, માળીયા મીયાણામાં હુસેનશા પીરની દરગાહ પાસે રહેતા સલીમભાઈ દિલાવરભાઈ જેડા (ઉ.વ.38) એ આરોપી વલીમહમદ નૂરમહમદ મોવર રહે્. માળીયાવાળા વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના સગા કાકાનો દીકરો સિકંદર રસુલ જેડા આરોપીની છોકરીને આઠેક માસ પહેલા ભગાડી લઈ જઈ લગ્ન કરેલ હોય તેનો ખાર રાખી આરોપી સ્વીફ્ટ ડીઝાયર કારમાં આવી આરોપીએ ફરીયાદી પર બંદુક જેવા હથીયાર વડે મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હોય જેથી આરોપી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular