HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 13 આરોપી ઝડપાયા 

મોરબીના જાંબુડીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 13 આરોપી ઝડપાયા 

મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે જાબુડીયા ગામે દરોડો પાડયો હતો જ્યાં ગામની ધર્મ સિધ્ધિ સોસાયટીમાં આવેલા કિશોરભાઇ રામજીભાઈ વધોરાના રહેણાક મકાનમાં જુગાર રમતા કિશોરભાઈ રામજીભાઇ વધોરા, દિલીપભાઈ ચંદુભાઈ નિમાવત, જીગરભાઈ નટુભાઇ ચૌહાણ, અશ્વિનભાઇ નટુભાઇ ચૌહાણ, કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા, દિનેશભાઇ રામગણેશભાઇ ગુપ્તા, મહેશભાઈ અશોકભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઇ શર્મા, હિંમતભાઇ પુંજાભાઈ ચાવડા, બળવંતભાઇ શામજીભાઈ વાઘેલા, નરેશભાઇ ભરતભાઇ ગોહીલ, હરેશભાઇ હમીરભાઇ બેડવા અને મનોજભાઇ રામજીભાઈ મકવાણા સહીત 13 શખ્સોને પોલીસે રોકડ રૂ.1,45,600 અને 13 મોબાઈલ મળી કુલ રૂ. 3,30,600ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular