HomeMorbiMaliya Miyanaમાળિયામાં ગેરકાયદે 1800 લિટર પેટ્રોલિયમ પ્રોડક્ટ ભરેલો સુપર કેરી ટેમ્પો લઈ જતો...

માળિયામાં ગેરકાયદે 1800 લિટર પેટ્રોલિયમ પ્રોડક્ટ ભરેલો સુપર કેરી ટેમ્પો લઈ જતો શખ્સ ઝડપાયો

માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક સુપર કેરી ટેમ્પો ગાડીમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટ ભરીને વેચાણ અર્થે જતો હોય જેના આધારે શંકાસ્પદ લોડીંગ સુપર કેરી ટેમ્પોને રોકી ચેક કરતા લોડીંગ ટેમ્પોમાં ભરેલા પેટ્રોલીયમ પ્રોડકટ વિશે ચાલકને પુછતા ટેમ્પોમાં ભરેલો જથ્થો ગેરકાયદે હેરાફેરી કરી વેચાણ અર્થે લઇ જતો હતો જે શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટનો 30 કેરબામાં 1800 લીટરનો જથ્થો, સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી ગાડી અને ઓપો કંપનીનો મોબાઇલ મળી કુલ કિ રૂ.3.28 લાખનો મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી જયેશભાઇ ભગવાનજીભાઇ ખાદાને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular