HomeGujaratમોરબીના શક્તિનગર ગામે બોલાચાલીનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ધોકાવ્યો, જાનથી મારી...

મોરબીના શક્તિનગર ગામે બોલાચાલીનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ધોકાવ્યો, જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબીના શક્તિનગર ગામે રહેતા યુવકના ભાઈ સાથે એક શખ્સે બોલાચાલીનો ખાર રાખી અમરનગર ગામ પાસે આવેલ મેટા કારખાના નજીક ચાર શખ્સોએ યુવકને તથા તેના સાથીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી સાથીને છરીથી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના શક્તિનગર ગામે રહેતા ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા (ઉ.વ‌.23) એ આરોપી વિશાલભાઇ ધારાભાઇ ભુંભરીયા, ધર્મેન્દ્રસિંહ વનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા, ધરમરાજ ઉર્ફે ભાણો રહે બધા અમરનગર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ભાઇ સાથે આરોપી વિશાલભાઈએ બોલાચાલી કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુ મારેલ તથા સાથીને ગાળો ઢીકાપાટુનો માર મારી છરી વતી સાથી ભુપતભાઇને ઇજા કરી અને ચારેય આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular