HomeMorbiમોરબીના લજાઈ ગામે GIDC ગોડાઉનની ઓરડીમાં પત્તા ટીચતા છ જુગારી ઝડપાયા

મોરબીના લજાઈ ગામે GIDC ગોડાઉનની ઓરડીમાં પત્તા ટીચતા છ જુગારી ઝડપાયા

મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ટંકારા તાલુકાના લજાઈ ગામે દરોડો પાડયો હતો.

લજાઈ ગામ પાછળ જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા હરેશભાઈ છગનભાઈ દલવાડીયા, હરેશભાઈ મગનભાઈ ઉભડીયા, સિદ્ધરાજસિંહ દિલુભા જાડેજા, દિનેશભાઈ કાળુભાઈ ધરોડીયા, હરજીવનભાઈ પીતાંબરભાઈ બરાસરા અને નીલેશભાઈ લક્ષ્મણભાઈ વારેવાડીયાને રોકડ રૂ.75,200ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તે તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular