Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી લઘુ ઉદ્યોગ ભરતીના પ્રતિનિધિમંડળની ઉદ્યોગ પ્રશ્નોને લઈ નાણામંત્રી સાથે બેઠક મળી

મોરબી લઘુ ઉદ્યોગ ભરતીના પ્રતિનિધિમંડળની ઉદ્યોગ પ્રશ્નોને લઈ નાણામંત્રી સાથે બેઠક મળી

Advertisement
Advertisement

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી–ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી.

પ્રતિનિધિમંડળે સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી 18% થી ઘટાડીને 5% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી હતી જે માટે નાણાંમંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

ઉદ્યોગ મંત્રી સમક્ષ MSME કાયદામાં 45 દિવસની અંદર ચુકવણીની જોગવાઈથી મોરબીના મિડિયમ એન્ટરપ્રાઇઝને પડતી કેશફ્લોની સમસ્યાઓ રજૂ કરી સુધારા કરવાની માંગણી કરવામાં આવી હતી. મંત્રીએ આગામી બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હિતકારી નિર્ણય લેવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular