કેમ્પનું ઉદ્ઘાટન શ્રીજી મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. હિતેશ મોરડિયા તથા આગેવાન મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મેડિકલ કેમ્પ નો 225 દર્દીઓ એ લાભ લીધો દવાઓ અને બ્લડ ની તપાસ પણ નિઃશુલ્ક
આજરોજ હળવદ કા રાજા ગણપતિ મહોત્સવ માં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
કેમ્પનું ઉદ્ઘાટન શ્રીજી મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. હિતેશ મોરડિયા તથા આગેવાન મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં જરૂરી દવાઓ અને બ્લડ ટેસ્ટ સહિત કાન ની બહેરાસ ની તપાસ પણ નિઃશુલ્ક કરવામાં આવી હતી સાથે હાજર સૌ લોકો ને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ની તપાસ પણ કરી આપી હતી ત્યારે આ કેમ્પ માં ડૉ. ધ્રુવ આગજા – હાડકા નિષ્ણાંત , ડૉ. જયદીપ સાવલિયા – હૃદયરોગ અને ડાયાબિટીસ નિષ્ણાંત
ડૉ. રાજ પટેલ – કાન, નાક અને ગળાના નિષ્ણાંત તબીબ એ માનદ સેવાઓ આપી હતી સાથે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા કાનની બહેરાશની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી દર્દીઓને કાનમાં સાંભળવા માટેના મશીનો પણ આગામી સમય માં સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામા આવશે
કેમ્પમાં 225 થી વધુ દર્દીઓએ સારવાર, આરોગ્ય માર્ગદર્શન, બ્લડ રિપોર્ટ તથા જરૂરી દવાઓનો નિઃશુલ્ક લાભ લીધો હતો
આ આયોજનને સફળ બનાવવા માટે સમિતિના સંયોજક વિપુલભાઈ દવે, સહ-સંયોજક અશ્વિનભાઈ પટેલ તથા વિરલભાઈ દવે સહિત સમગ્ર મહોત્સવ સમિતિ, તબીબી ટીમ અને સેવાભાવી કાર્યકર્તાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
સમિતિ તરફથી જણાવાયું હતું કે –
“ગણપતિ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજ સેવા સાથે જોડાયેલો છે. ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી અને જનહિતના કાર્યક્રમો સતત યોજી વધુમાં વધુ લોકોને લાભ અપાશે અને સમિતિ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થકી ગણપતિ દાદા ની આરાધના કરવામાં આવશે




