HomeMorbiટંકારાના ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં તીનપત્તી રમતા 3 શખ્સ ઝડપાયા, 2...

ટંકારાના ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં તીનપત્તી રમતા 3 શખ્સ ઝડપાયા, 2 ફરાર

ટંકારા તાલુકાના સજ્જનપરથી ઘુનડા તરફ જતા રસ્તે આવેલ તળાવના કાચા માર્ગે ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં જાહેરમાં તીનપત્તી રમતા ત્રણ જુગારીને રોકડ રૂ.1,59,800 ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પરથી ફરાર થતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન ટંકારા તાલુકાના સજ્જનપરથી ઘુનડા તરફ જતા રસ્તે આવેલા તળાવના કાચા માર્ગે ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ પાંચ શખ્સોમાંથી ત્રણ શખ્સ મનોજભાઇ ચુનીલાલભાઇ ઠાકર (ઉ.વ.35) રહે. રવાપર ગામ રામજી મંદીર પાસે તા.જી.મોરબી, વિશાલભાઇ દેવદાનભાઇ ડાંગર (ઉ.વ.29) રહે. રવાપર ગામ હનુમાનજીના મંદીરની બાજુમાં તા.જી.મોરબી, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા (ઉ.વ.39) રહે. પંચાસર રોડ રાજનગર મોરબીવાળાને રોકડ રૂ.1,59,800 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બે શખ્સો માધવભાઇ ભાલોડીયા રહે. સજનપર ગામ તા.જી.મોરબી તથા હીરેનભાઇ ચાડમીયા રહે. રવાપર ગામ તે બાવળની કાંટ ખેતરનો લાભ લઈ નાસી ગયા હોવાથી કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular