Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી મનપા દ્વારા ગણપતિ વિસ્તાર્જન માટે 5 કલેક્શન સેન્ટર જારી કરાયા 

મોરબી મનપા દ્વારા ગણપતિ વિસ્તાર્જન માટે 5 કલેક્શન સેન્ટર જારી કરાયા 

Advertisement
Advertisement

ગણેશોત્સવની આવતીકાલે પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે અકસ્માતો ટાળવા મોરબી મહાપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે પાંચ કલેક્શન સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે.

આ તમામ જગ્યાએ મહાનગરપાલિકાનો સ્ટાફ જરૂરી મશીનરી સાથે ફરજ બજાવી રહ્યો છે અને ખુબ જ શાંતિ પૂર્ણ અને વ્યવસ્થિત રીતે લોકોને મુશ્કેલી ન પડે તે રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઇ રહયું છે.

ઉલ્લેખનીય છે કે, તા.31 ઓગસ્ટના રોજ કુલ 117 મૂર્તિઓ અને તા.2 સપ્ટેમ્બરના રોજ કુલ 54 મૂર્તિઓનું વિસર્જન ક૨વામાં આવ્યું હતું, તો બાકીના દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે.

મોરબીમાં દર વર્ષે જુદી જુદી જગ્યાએ લોકો દ્વારા વ્યકિતગત અથવા જાહેર સ્થળોએ ગણપતિની સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સ્થાપના બાદ ધાર્મિક માન્યતા અનુસાર અમુક દિવસો બાદ ગણપતિની પ્રતિમા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. મહાપાલિકા કચેરી દ્વારા ગણપતિની પ્રતિમા પાણીમાં વિસર્જન કરવામાં માટે લોકોની સલામતીને ધ્યાને લઈ યોગ્ય વ્યવસ્થા કરી સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મોરબી મનપા દ્રારા ગત તા.31 ઓગસ્ટ ને રવિવાર, તા. 2 સપ્ટેમ્બર ને મંગળવાર, તા.4 ને ગુરુવાર અને તા.6 ને શનિવાર સુધીમાં ગણપતિ વિસર્જન માટે 8 ફૂટથી ઉંચી મૂર્તિઓ માટે કલેકશન(વિસર્જન) સેન્ટર પીકનીક સેન્ટર, શોભેશ્વર રોડ ખાતે તેમજ 8 ફૂટ કે તેથી ઓછી ઉંચાઈની મૂર્તિઓના કલેકશન (વિસર્જન) સેન્ટર તરીકે સ્કાય મોલ, શનાળા રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈ સ્કુલ, એલ.ઈ.કોલેજ, ક જાહેર કરી સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં મૂર્તિઓ એકઠી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular