Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી પાવડીયારીથી જસમતગઢ ગામ વચ્ચે બોલેરોની અડફેટે આવતા બાઇક ચાલકનું મોત 

મોરબી પાવડીયારીથી જસમતગઢ ગામ વચ્ચે બોલેરોની અડફેટે આવતા બાઇક ચાલકનું મોત 

Advertisement
Advertisement

મોરબી જેતપર હાઈવે રોડ પર પાવડીયારીથી જસમતગઢ ગામ વચ્ચે નાયરા કંપનીના પેટ્રોલ પંપ સામે કટ પાસે બોલેરો ગાડીએ હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા વિનુબેન પીઠાભાઈ ગોહેલ (ઉ.વ.50) એ આરોપી મહીન્દ્રા બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ મહીન્દ્રા બોલેરો પુરઝડપે ચલાવી ફરીયાદીના પતિ મોટર સાયકલથી ડીવાઈડર ક્રોસ કરતા હતા ત્યારે અડફેટે લઈ પાડી દેતા શરીરે માથાના ભાગે તથા હાથે પગે ઈજાઓ પહોંચતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.


આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપી બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular