મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ ઓવરફ્લો થયો છે. જેથી હાલ 1 દરવાજો 3 ઈંચ ખોલવામાં આવ્યો છે અને પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા આ ડેમના દરવાજા ખોલ્યા બાદ નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
આજે સાંજે 6.30 વાગ્યે ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈને ઓવરફ્લો થયો છે અને પાણીની આવક હજુ પણ ચાલુ હોય 1 દરવાજો 3 ઈંચ ખોલીને 299 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપુર (મચ્છુ), રા૫ર તથા માળિયા મિયાણાના સુલતાનપુર માણાબા અને ચીખલી ગામોને તકેદારીના પગલાં લેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.




