મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન બે સ્થળોએ બે લોકો ડૂબ્યા હોવાના બનાવ સામે આવ્યા છે. એક વ્યક્તિની શોધખોળ હજુ ચાલુ છે. જ્યારે બીજા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.
આ મામલે તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈએ જણાવ્યું હતું કે, મોડપર પાસે લૂંટાવદરના રસ્તે નદીમાં બપોરે 12:30 વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન બાદ અમુક લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે કરણ રમેશભાઈ (ઉ.વ.32) નામનો યુવક ડૂબી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ તેના મૃતદેહને શોધી કાઢ્યો છે.
બીજા બનાવ અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી અનુસાર, લખધીરપુર રોડ પર કેનાલમાં ન્હાવા પડેલો યુપીનો યુવક ડૂબ્યો હતો. જેની હાલ શોધખોળ ચાલુ છે.




