Tuesday, May 5, 2026
HomeMorbiHalvadહળવદનો બ્રહ્માણી-1 ડેમમાં 100% પાણીની આવક, આસપાસના 15 ગામડાઓ એલર્ટ કરાયા 

હળવદનો બ્રહ્માણી-1 ડેમમાં 100% પાણીની આવક, આસપાસના 15 ગામડાઓ એલર્ટ કરાયા 

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલ હરપાલ સાગર (બ્રહ્માણી-1) ડેમ 100% ભરાઈ ગયો છે, તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી વેસ્ટ વિયર દ્વારા નદીમાં વહેવડાવવાની જરૂરીયાત ઉભી થઈ છે જેના કારણે યોજનાના નીચવાસમાં આવતાં 15 ગામોને એલર્ટ કરાયા છે.

જેમાં ગોલાસણ, પાંડાતીરથ, મેરૂપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મથુરનગર, ચાડધ્રા, ટીકર, માનગઢ, મિંયાણી, અજીતગઢ સહિતના ગામના લોકોને તકેદારીના પગલા લેવા નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ મિલકત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular