ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જતા રોડ પર આવતા રોડની ડાબી બાજુના ખેતરમાં ઓરડી પાસે એક ઢારિયાની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રૂ.68,700 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.90,700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે, જ્યારે બે શખ્સો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જતા રોડ પર આવતા રોડની ડાબી બાજુના ખેતરમાં ઓરડી પાસે એક ઢારિયાની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો નરેશભાઇ મોહનભાઇ માણસુરીયા (ઉ.વ.57), મહાદેવભાઇ કાનજીભાઇ મગુનીયા (ઉ.વ.54), નીતીનકુમાર મનુભાઇ પનારા (ઉ.વ.39) ને રોકડા રૂ.68,700 તથા 5 મોબાઇલ ફોન કી.રૂ.22 હજાર મળી કુલ કી.રૂ.90,700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે રેઇડ દરમિયાન આરોપી બીપીનભાઇ ઠાકરસીભાઇ પટેલ, જયેશભાઇ મનસુખભાઇ પ્રજાપતી ખેતરના રસ્તે કપાસના વાવેતરનો લાભ લઈ નાશી ગયા હોવાથી કુલ પાંચ શખ્સો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




