HomeMorbiHalvadસત્યમેવ જયતે નામના વ્હોટસએપ ગ્રુપમાં જોડાયેલા યુવકને ત્રણ શખ્સોએ ધોકાવ્યો 

સત્યમેવ જયતે નામના વ્હોટસએપ ગ્રુપમાં જોડાયેલા યુવકને ત્રણ શખ્સોએ ધોકાવ્યો 

હળવદની મોરબી ચોકડી પાસે લેક વ્યૂ હોટલ પાછળ યુવકના રૂમ પર ત્રણ શખ્સોએ જઈને યુવકને સત્ય મેવ જયતે નામના વોટસેપ ગ્રુપમાં કેમ જોડાયેલા છો? તેમ કહી ગાળો ભાંડી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, દ્વારકા જીલ્લાના કાટકોલા ગામના વતની અને હાલ મોરબી ચોકડી પાસે લેક વ્યૂ હોટલ પાછળ રહેતા કેતનભાઈ દેવશીભાઇ સરસીયા (ઉ.વ.19) એ આરોપી સંદિપસિંહ લીબોલા, ચિરાગ સિંહ રાજપૂત, તથા વિપુલ ઠાકોર વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ તમે સત્યમેવ જયતે નામના વ્હોટસએપ ગ્રુપમાં કેમ જોડાયેલા છો ? તેમ કહી બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો તથા પટ્ટાથી માર મારી મુઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

Most Popular