HomeMorbiHalvadહળવદના રાયધ્રા ગામે બાઇક ચલાવવા બાબતે બબાલ

હળવદના રાયધ્રા ગામે બાઇક ચલાવવા બાબતે બબાલ

હળવદના રાયધ્રા ગામે રહેતો યુવક મોટરસાયકલ લઈ રણછોડગઢ ગામના પાટીયાથી આગળ જઈ રહ્યો હતો ત્યારે બે શખ્સો બાઈક લઈ નીકળ્યા અને બાઈક ચલાવવા બાબતે બબાલ કરી હતી જે અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા પ્રવિણભાઇ નવઘણભાઈ નંદેસરીયા (ઉ.વ.25) એ આરોપી બેચરભાઈ કાજુભાઈ ઉર્ફે સાદુરભાઈ ડઢૈયા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમનુ મોટર સાઇકલમાં રણછોડ ગામના પાટીયાથી આગળ જતા હતા ત્યારે એક મોટર સાઇકલમા બે શખ્સો નીકળ્યા હતા જેની સાથે મોટર સાઇકલ ચલાવવા બાબતે બોલાચાલી થતા બીજા લોકો પણ ભેગા થઇ ગયા હતા. જેથી તે ભાગીને આરોપીની વાડીમા જતા આ આરોપીએ શા માટે વાડીમા આવ્યો તેમ કહી ગાળો આપી તેના હાથમા રહેલા લાકડાના ધોકાથી ફરીયાદીને માર મારી ઈજા પહોંચાડી હતી.

RELATED ARTICLES

Most Popular