હળવદ જીઆઇડીસી પાસે વિકાસ જીનીંગ નામની ફેક્ટરીમાંથી અજાણ્યા બે ચોર આશરે 50 જેટલા કેબલ વાયરના ટુકડા જેની અંદાજિત કિંમત રૂ.1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, હળવદની ડી.વી. પરખાણી સ્કૂલ પાસે કરાંચી કોલોનીમાં રહેતા અમીનભાઈ અલ્લારખાભાઈ કલાડીયા (ઉ.વ.35) એ આરોપી કોઈ અજાણ્યા ચોર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કોઇ અજાણ્યા બે ચોર હળવદ જી.આઇ.ડી.સી પાસે આવેલ વિકાસ જીનીંગ નામના કારખાનામાં આવેલ ઇલેક્ટ્રીક રૂમમાં પેનલ બોર્ડથી અલગ અલગ ઇલેક્ટ્રીક મોટર સુધી જતા આશરે 35 થી 40 ફુટ લંબાઇના આશરે 50 જેટલા કેબલ વાયરના ટુકડાઓ જેની અંદાજીત કિમત રૂ.1.50 લાખના કેબલ વાયર કાપી ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




